Monday, June 13, 2011

વિસ્તાર શબ્દનો

પામી શકો તો પામો આકાર શબ્દનો.
અવકાશથી વધુ છે વિસ્તાર શબ્દનો.

તરી શકું સમંદર એ શક્ય તો નહોતું.
મળ્યો મને પળેપળ આધાર શબ્દનો.

પળવારમાં એ રણમાં ઝરણ કરી શકે.
પ્રકાશથીય તેજ છે તોખાર શબ્દનો.

બોલી ઊઠી શકે છે આ શૂન્યતા હવે.
કરે છે કોઇ રણઝણ આ તાર શબ્દનો.

ધરીને ભેખ રોજે કરતો રહું સ્મરણ.
મળી જશે કદીતો સ્વીકાર શબ્દનો.

૧૩/૦૬/૨૦૧૧